WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણો યોજનાનો ફોર્મ વ્યાજનો કેલ્ક્યુલેશન અને અન્ય વિગતવાર માહિતી જાણો.

Spread the love

સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણો યોજનાનો ફોર્મ વ્યાજનો કેલ્ક્યુલેશન અને અન્ય વિગતવાર માહિતી જાણો.

 સરકાર શ્રી દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે જે સો ટકા સુરક્ષિત યોજના છે આ યોજના હેઠળ વાર્ષિક ઓછામાં ઓછા અઢીસો રૂપિયાથી રોકાણ કરી શકાય છે અને કેપેસિટી મુજબ વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધીનું રોકાણ તમે કરી શકો છો. આ યોજના ફક્ત દીકરીઓ માટેની યોજના છે

જેમાં રોકાણ કરીને દીકરીનું ભવિષ્ય ઉજળું બનાવી શકાય છે અને તેના ભણતર અને લગ્નના ખર્ચને સરળતાથી પહોંચી વળાય છે હાલ મોટાભાગના વાલીઓ પોતાની દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પૈસાનું રોકાણ કરી રહ્યા છે અને સરકારશ્રી દ્વારા પણ આ યોજના અંતર્ગત ખૂબ સારું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે

પરંતુ જે વાલીઓ પોતાની દીકરીઓના નામે હજી સુધી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રોકાણ કરતા નથી તેઓ માટે આ લેખ ખૂબ જ જરૂરી છે અવશ્ય એક વખત વાંચો અને તમારી દીકરીઓના નામે ઓછામાં ઓછું થઈ શકે તેટલું રોકાણ કરો અને આવનાર સમય માટે તમારે દીકરીનું ભવિષ્ય ઉજળું બનાવો. આ યોજના હેઠળ તમે 15 વર્ષ સુધી રોકાણ કરી શકો છો આ યોજના હેઠળ રોકાણ કરવા માટે તમે કોઈપણ પોસ્ટ ઓફિસ કે કોઈપણ બેંકમાં જઈ સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકો છો. આ યોજનાના ફાયદા વિશે વિગતવાર માહિતી નીચે મુજબ છે. સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી

 સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કોઈપણ વાલી તેમની 0 થી 10 વર્ષ સુધીની દીકરીનું ખાતું ખોલાવી શકે છે.

 આ યોજના હેઠળ તમે તમારા દીકરીના નામે વાર્ષિક 250 રૂપિયાથી 1.5 લાખ રૂપિયા સુધીનો રોકાણ કરી શકો છો.

 આ યોજના હેઠળ તમે વધુમાં વધુ બે દીકરીઓના નામે ખાતું ખોલાવી શકો છો અને રોકાણ કરી શકો છો.

 જો તમારે જોડિયા દીકરીઓનો જન્મ થયો હોય તો તમે કુલ ત્રણ દીકરીઓના નામે ખાતું ખોલાવી શકો છો.

 દીકરીની ઉંમર વધુમાં વધુ દસ વર્ષની થાય ત્યાં સુધી તમે આ યોજના હેઠળ ખાતું ખોલાવી રોકાણ કરાવી શકો છો.

 સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાય છે.

 આ ઉપરાંત તમારી ઈચ્છા અનુસાર કોઈપણ બેંકમાં તમે સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું ખોલાવી શકો છો.

 સુકન્યા સમૃદ્ધિ યોજના વ્યાજદર 

 લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે નાની બચત યોજના પર વ્યાજ દરમાં વધારાની જાહેરાત કરી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પુત્રીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરનાર દરેક વાલીને આનો સીધો લાભ થશે. સરકારે જાન્યુઆરી માર્ચ ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દરમાં 20 બેસીસ પોઇન્ટનો વધારો કર્યો છે નાણામંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ વ્યાજ દર વર્તમાન 8% થી વધીને 8.2% થયો છે. આમ હાલની તમામ બચત યોજનાઓમાં સૌથી વધુ વ્યાજ આપતી યોજના એટલે હાલમાં ચાલતી સુકન્યા સમૃદ્ધિ યોજના છે જે સૌથી વધુ વાર્ષિક 8.2% નો વ્યાજ દર ચૂકવે છે  સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર

 સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે તમારા દીકરીના નામે પૈસાનો રોકાણ કરેલો હોય અથવા તમે તમારી દીકરી ના નામે આ યોજના હેઠળ પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તમને આ યોજના હેઠળ કેટલું વ્યાજ મળશે અને તમે કરેલ રોકાણ પર તમને 15 વર્ષે કેટલો નફો થશે અને કુલ રકમ કેટલી મળશે તે તમે સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર દ્વારા ચેક કરી શકો છો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તમે વાર્ષિક 250 રૂપિયાથી 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો અને તમે કરેલા રોકાણ પર અથવા તમે જે પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તેના પર તમને 15 વર્ષે કેટલું ટોટલ વળતર મળશે તેનું કેલ્ક્યુલેટર કરવા માટે અહીં નીચે કેલ્ક્યુલેટર આપેલો છે તમે અહીં ક્લિક કરે સંપૂર્ણ કેલ્ક્યુલેશન જાણી શકશો

https://www.5paisa.com/gujarati/calculators/sukanya-samriddhi-yojana-calculator

 યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે જરૂરી દસ્તાવેજો ની યાદી

 સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમારા દીકરીના નામે ખાતું ખોલાવવા માટે નીચે મુજબના દસ્તાવેજો ની જરૂર પડશે

 બાળકીનું જન્મ પ્રમાણપત્ર

 વાલી નો  રહેઠાણ અંગે નો દાખલો વાલી નું આઈડી પ્રુફ વાલી નું વાલી નું પાનકાર્ડ બાળકીનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો રાશનકાર્ડ

 યોજનાનું અરજી ફોર્મ 

 સુકન્યા સમૃદ્ધિ યોજના હેલ્પલાઇન નંબર

 જે વાલીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પોતાની દીકરીઓનું ખાતું ખોલાવવું હોય અથવા તો આ યોજના લગત કોઈપણ જાતને પૂછપરછ કરવી હોય તો તેઓ નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે અને આ યોજના લગત માહિતી મેળવી શકે છે 1800 233 060વારંવાર પૂછાતા પ્રશ્નો સુકન્યા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલી ઉંમરની દીકરીઓને લાભ મળે છે

 0 થી 10 વર્ષની દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના માં  કેટલું વ્યાજ ચૂકવવામાં આવે છે

 જાન્યુઆરી 2024 થી 8.2%

 સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ કેટલા રૂપિયા રોકાણ કરી શકાય છે

 વધુમાં વધુ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુકન્યા સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેટલા વર્ષ સુધી રોકાણ કરી શકાય છે

 દસ વર્ષ સુધી 

 સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ  વધુમાં વધુ કેટલી દીકરીઓનું ખાતું ખોલાવી શકાય છે

 બે દીકરીઓ માટે ખાતું ખોલાઈ શકાય છે સુકન્યા સમૃદ્ધિ યોજના હેલ્પલાઇન નંબર
1800 233 060

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top