ગુજરાતના લાખો પરિવારને મળશે આજે સપનાનું ઘર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ 10 ફેબ્રુઆરી એમ વર્ચ્યુઅલ માધ્યમથી 1,31, 454 આવા સોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન આ અવસરે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુલી સંવાદ પણ કરશે.
ડીસા ખાતેના આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ સી આર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. તેમજ અતિથિ વિશેષ તરીકે પરબતભાઈ પટેલ અને ભરતસિંહ ડાભી તેમજ રાજ્ય સભાના સાંસદ બાબુભાઈ દેસાઈ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના 115 ગ્રામીણ મતવિસ્તાર અને 67 શહેરી મતવિસ્તારો એટલે કે કુલ 182 તમામ વિધાનસભા ક્ષેત્રો આ કાર્યક્રમમાં સહભાગી થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોમાં પાકા મકાનો ઉપલબ્ધ કરાવવાના હે તો તે 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના નો પ્રારંભ કર્યો હતો.
છેલ્લા નવ વર્ષોમાં આ યોજના હેઠળ દેશના લાખો પરિવારને પોતાના સપના નું ઘર મળ્યું છે અને તેમનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત રાજ્યમાં પણ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવેલી છે અને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં આ યોજના અગ્રેસર છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની શતાબ્દી 2047માં ઉજવાય ત્યાં સુધીમાં અમૃત કાર્ડમાં વિકસિત ભારત @2047 નો સંકલ્પ આપ્યો છે. દેશના તમામ લોકોને પાકુ આવાસ પૂરો પાડવાનો પણ ધ્યેય તેમણે રાખ્યો છે.
આ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 13.42 લાખથી વધુ આવાસોનું બાંધકામ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કુલ 8.28 લાખ પાસો તથા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 5.14 લાખથી વધુ આવા સોનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવ્યું છે..
મહત્વની લીંક