WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત હાઇકોર્ટ દ્વારા નવી ભરતી જાહેર

Spread the love

 ગુજરાત હાઇકોર્ટ દ્વારા એટેન્ડન્ટ કમ કુકની નવી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આ ભરતી માં કુલ પાંચ ખાલી જગ્યાઓ દર્શાવવામાં આવેલો છે અને આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો ઓછામાં ઓછું 10 પાસ કરેલ હોવા જરૂરી છે લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવા માટે ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન માધ્યમ દ્વારા અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ ની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે ઉમેદવારો અહીંથી ઓનલાઇન અરજી કરી શકશે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 19 ફેબ્રુઆરી 2024 છે જે દરેક ઉમેદવારોએ ધ્યાને રાખવું

ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ એટેન્ડન્ટ કમ કુકની આ ભરતી લગત વિગતવાર માહિતી જેમાં ઉંમર મર્યાદા સિલેક્શન પ્રોસેસ અરજી ફી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • એટેન્ડન્ટ કમ કુકની કુલ ખાલી જગ્યા 05 છે
  • ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 19 ફેબ્રુઆરી 2024 છે.

શૈક્ષણિક લાયકાત :

1)ઉમેદવારે 10 ની પાસ કરેલ હોવી જોઈએ સરકાર માન્ય બોર્ડ તરફથી ધોરણ એસ એસ સી પાસ કરેલ હોવા જરૂરી છે2) ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનો જ્ઞાન હોવું જોઈએ3) ઉમેદવાર રસોઈમાં જાણકાર હોવો જોઈએ જેમકે (a) ઉમેદવાર વિવિધ રસોઈયો ઉપકરણો જેમ કે ચીમની ઇન્ડક્શન ઓવેર માઇક્રોવેવ ગ્રીલ્સ ટોસ્ટર ફ્રાયર્સ ફૂડ પ્રોસેસર રેફ્રિજરેટર્સ વગેરેનો ઉપયોગ કરવા માટે સક્ષમ હોવા જોઈએ (b) ઉમેદવારને રસોઈમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલા અને જડીબુટ્ટીઓ તથા તેના યોગ્ય ઉપયોગ ની જાણકારી હોવી જોઈએ  (c) તમામ પ્રકારની રસોઈ બહુ ભોજન તેમજ ગુજરાતી પંજાબી દક્ષિણ ભારતીય શાકાહારી અને માંસાહારી ચાઈનીઝ કોન્ટિનેટન્ટ ઇટાલિયન વગેરેનું જ્ઞાન હોવું જોઈએ અને તમામ પ્રકારના ફાસ્ટફર્ડ બનાવવાનો જ્ઞાન હોવું જોઈએ (d) વધુ વ્યક્તિઓ માટે રાંધવાના કિસ્સામાં ખોરાકનો સ્વાદ સંરંજન અને સ્વચ્છતા જળવાઈ રહે તે રીતે પ્રમાણસર બગાડ્યા વિના ખોરાક રાંધવા માટે સક્ષમ હોવા જોઈએ  (e) રસોઈ કરવા ઉપરાંત ઉમેદવારને સર્વ કરતી વખતે પ્લેટિંગ અને પ્રેઝન્ટેશન નો જ્ઞાન હોવું જોઈએ.
 શૈક્ષણિકલ લાયકાત અને વિગતો માટે કૃપા કરીને ઓફિસિયલ વેબસાઈટને વાંચો.

4)ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈપણ કોર્પોરેટર સંસ્થા સશસ્ત્ર દડો અથવા કોઈપણ સરકારી ઉપક્રમમાં રસોયા તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો કાર્ય અનુભવ હોવો જરૂરી છે.

અરજી ફી

 આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ ઓનલાઇન ફી ચૂકવવાની રહેશે જેમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ ₹600 તથા બેન્કિંગ ચાર્જિસ ચૂકવવાનો રહેશે તેમ જ અન્ય કેટેગરીના ઉમેદવારોએ ₹300 ફી અને બેન્કિંગ શુલ્ક ભરવાનો રહેશે.

 વયમર્યાદા

 આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ ( 19 ફેબ્રુઆરી 2024 ના રોજ ).

 અરજી કેવી રીતે કરવી

 રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr પર જવું અટેન્ડેન્ટ કમ કુક ની ભરતી પર અપ્લાય નાવ ઉપર ક્લિક કરો

 અરજી ફોર્મ માં જરૂરી તમામ માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો ઓનલાઇન માધ્યમથી અરજી ફી ચૂકવો

 અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો અને પ્રિન્ટ મેળવો.

અગત્યની તારીખ

  • ઓનલાઇન અરજી શરૂ  05 ફેબ્રુઆરી 2024
  •  ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી 2024
  •  ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી 2024 

Advertisement : Click here

Notification : Click here

Apply online : Click here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top