જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ભરતી જાહેરાત 2023 , સરકારી સ્કૂલમાં નોકરી મેળવવાની સુવર્ણ તક
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)” ની જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)” ની જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
Gyan Sahayak Bharti 2023 Gujarat
ગુજરાત રાજ્યના શિક્ષકની ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) માટે ભરતી થશે. ૦૮ ડિસેમ્બરથી SSA ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરાવવાની શરુઆત થશે અને ૧૭ ડિસેમ્બર સુધી આ જ્ઞાન સહાયક ભરતી ના ફોર્મ ભરાશે
જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ભરતી ૨૦૨૩
જાહેરાતમાં જણાવ્યા અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું
સૌથી પહેલા ઑફિશિયલ વેબસાઇટ http://gyansahayak.ssgujarat.org પર ઑપન કરવું છે. આ ભરતી માં અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ દરેક ઉમેદવારે જાહેરાતમાં આપેલ હોવાથી ખુબ જ ધ્યાનથી વાંચવી.જેમાં શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઇ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે
જ્ઞાન સહાયક ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
આ માટે ઉમેદવારોએ ઑફિશિયલ વેબસાઇટ પર તા ૦૮/૧૨/૨૦૨૩ (૧૪:૦૦ કલાક થી શરૂ) થી તા. ૧૭/૧૨/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.