પીએમ કિસાન યોજના અપડેટ : 2,000 નો હપ્તો મેળવવા માટે આ તારીખ પહેલા eKYC પૂર્ણ કરો, આ તારીખે જાહેર થશે 16 મો હપ્તો પીએમ કિસાન યોજના: રૂપિયા 2000 નો હપ્તો મેળવવા માટે આ તારીખ પહેલા EKYC પૂર્ણ કરો નહીં તો તમારા ખાતામાં નહીં જમા થાય
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો 16 મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં અથવા તો માર્ચ મહિનામાં રિલીઝ થવાની શક્યતા છે જોકે લાભાર્થીઓએ ₹2,000 નો હપ્તો મેળવવા માટે તેમનું ઓનલાઈન KYC પૂર્ણ કરવું પડશે, કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 હતી ખેડૂતોએ આ તારીખ પહેલા kyc પૂર્ણ કરેલું નથી તેઓને 16માં હપ્તાની
આ ખેડૂતોને 16માં હપ્તાની રકમ નહીં મળે
જે ખેડૂતોએ ૩૧ જાન્યુઆરી 2024 સુધીમાં ઓનલાઇન કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરેલ નથી તેવા ખેડૂતોના ખાતામાં 16માં હપ્તાના 2000 રૂપિયા ની સહાયની રકમ જમા કરવામાં આવશે નહીં.
પીએમ કિસાન 16 મો હપ્તો ક્યારે રિલીઝ થશે
પીએમ કિસાન યોજના નો 15 મો હપ્તો 15 નવેમ્બર 2023 ના રોજ જનજાતિ ગૌરવ દિવસના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવેલો હતો આ યોજના હેઠળ દર ચાર મહિને એટલે કે વરસમાં ત્રણ વખત હપ્તો રિલીઝ કરવામાં આવે છે અને ખેડૂતોને દર વર્ષે બે બે હજાર રૂપિયા કરીને કુલ 6000 રૂપિયા તેમના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે એટલે કે સપ્ટેમ્બર 2023 માં 15 મો હપ્તો રિલીઝ થઈએ ચાર મહિનાનો સમય વીતી ગયેલ છે એટલે એટલે પીએમ કિસાન યોજના નો 16 મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં રિલીઝ થવાની શક્યતા છે
પીએમ કિસાન યોજના માટે કેવી રીતે નોંધણી કરવી
આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા ખેડૂતોએ નીચે મુજબના પગલાં અનુસરવાના રહેશે
સૌપ્રથમ પીએમ કિસાન યોજના ની ઓફિશિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાવ
અહીં ફાર્મર કોર્નર પર ક્લિક કરો અને નવું ખેડુત નોંધણી વિકલ્પ પર ક્લિક કરો
અહીં બે વિકલ્પ દેખાશે ગ્રામીણ ખેડૂત નોંધણી અથવા શહેરી ખેડૂત નોંધણી તમને લાગુ પડતો કોઈ એક વિકલ્પ પસંદ કરો
તમારી સામે ફોર્મ ઓપન થશે જેમાં મોબાઈલ નંબર આધાર નંબર રાજ્યનું નામ અને માગવામાં આવેલ તમામ જરૂરી માહિતી ભરો
ત્યારબાદ ગેટ ઓટીપી પર ક્લિક કરો અને તમારા મોબાઇલ પર આવેલ ઓટીપી ને સબમીટ કરો (નોંધ : આ ઓટીપી તમારા રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર પર જ આવશે )
હવે એક પેજ ઓપન થશે જેમાં બેંક ખાતાને વિગતો તમારી વ્યક્તિગત માહિતી રાજ્યનું નામ જિલ્લાનું નામ અને જરૂર મુજબની તમામ માહિતી ભરો
અને આધાર ઓથેન્ટીકેશન પર ક્લિક કરો એકવાર આધાર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ જમીનની માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
ફોર્મ ભરાઈ ગયા બાદ સેવ બટન પર ક્લિક કરો
ખેડૂતે ઓનલાઈન Kyc કેવી રીતે કરવું
ખેડૂતોએ પોતાની ઓનલાઇન કેવાયસી કરવા માટે એસ સૌપ્રથમ પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જવાનો રહેશે અને જમણે બાજુએ ekyc વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો હવે હવે કેપ્ચા કોડ વેરીફીકેશન થયા બાદ આધાર નંબર દાખલ કરો અને સર્ચ વિકલ્પ દબાવો
તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો અને ગેટ ઓટીપી પર ક્લિક કરોતમારા તમારા મોબાઇલમાં આવેલ ઓટીપી ને દાખલ કરો અને સબમીટ કરો
ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારૂ ઓનલાઈન ekyc પૂર્ણ થશે
તમારા ખાતામાં અત્યાર સુધીમાં કેટલા પૈસા જમા થયા છે તેનું સ્ટેટસ જાણવા માટે પ્રોસેસ
તમારા તમારા ખાતામાં કેટલા પૈસા પીએમ કિસાન યોજના હેઠળ જમા થયા છે અને કઈ તારીખે જમા થયા છે તેની વિગતવાર માહિતી સ્ટેટસ જાણવા માટે નીચે મુજબના પગલાં અનુસરવાના રહેશે
સૌપ્રથમ સૌપ્રથમ પીએમ કિસાન યોજના ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
હોમપેજ પર દેખાતા ખેડૂતોના ખૂણા પર લાભાર્થી સ્થિતિ વિકલ્પ પસંદ કરો
જરૂરી વિગતો દાખલ કરો અને સબમીટ કરો વિગતો દાખલ કરો અને ‘ડેટા મેળવો’ વિકલ્પને દબાવો. તમારી પીએમ કિસાન યોજનાની સ્થિતિ તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર પ્રદર્શિત થશે. સંદર્ભ માટે એક નકલ ડાઉનલોડ કરો, સાચવો અને પ્રિન્ટ કરો