એક વર્ષની એફડી માટે એક લાખ રૂપિયા પર પોસ્ટ ઓફિસ કેટલું વળતર આપે છે જાણો માહિતી
પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ : હાલ મોટાભાગના લોકો કોઈને કોઈ સ્કીમ પર રોકાણ કરતા હોય છે અને પોતાના સંતાનો અને પોતાના આવનાર ભવિષ્ય માટે રોકાણ કરતા હોય છે હાલના સમયમાં દરેક બેંક અને પોસ્ટ ઓફિસ વગેરેની વિવિધ સ્કીમો કાર્યરત છે અને દરેકનું અલગ અલગ વળતર મળતું હોય છે જે તેમના નિયમોને આધારે હોય છે અહીં અમે પોસ્ટ ઓફિસની એફડી સ્કીમ વિશે તમામ માહિતી લઈને આવ્યા છીએ જાણો એક વર્ષમાં 1,00,000 ના રોકાણ પર પોસ્ટ ઓફિસ તમને કેટલું વળતર આપશે
મોટાભાગના લોકો પોસ્ટ ઓફિસ પર વિશ્વાસ કરતા હોય છે અહીં અમે તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ સ્કીમ આ નવા વર્ષ માટે નવા વ્યાજ દર પર શરૂ કરવામાં આવી છે જેના કારણે હવે વધુ વળતર આપવામાં આવશે જો તમે પણ તમારા પૈસા કોઈપણ પ્રકારના જોખમ વિના સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસની એફડી સ્કીમ તમારા માટે ખૂબ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે
રોકાણ કરતા પહેલા દરેક લોકોએ જાણવું જોઈએ કે તેમને એક લાખ રૂપિયા ના રોકાણ પર એક વર્ષમાં કેટલું વળતર મળશે એ જાણતા પહેલા દરેકે એ જાણવું જરૂરી છે કે પોસ્ટ ઓફિસની સ્કીમમાં કોણ રોકાણ કરી શકે અને પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરવા માટેના નિયમો કયા છે પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ સ્કીમમાં કોણ રોકાણ કરી શકે અહીં દરેક લોકોને જાણીને આનંદ થશે કે કોઈપણ લોકો પોતાના પૈસા પોસ્ટ ઓફિસની આ એફડી સ્કીમ માં જમા કરાવી શકે છે તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા થી રોકાણ શરૂ કરી શકો છો પરંતુ તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ નિશ્ચિત રોકાણ સીમા વગર તમારો રોકાણ કરી શકો છો તમે તમારી ક્ષમતા અનુસાર 15 લાખ સુધીની એફડી કરાવી શકો છો
પોસ્ટ ઓફિસની એફડી સ્કીમ પર કેટલુ વ્યાજ મળશે
દરેક લોકોએ જાણવું જરૂરી છે કે એક જાન્યુઆરી 2024 થી પોસ્ટ ઓફિસ એ તેના વ્યાજ દરમાં ફેરફાર કર્યા છે અને તેના વ્યાજ દરમાં સમયાંતરે ફેરફાર થતા હોય છે જો તમે એક વર્ષ માટે એફડી કરાવો છો તો તમને 6.90 ટકા વ્યાજ મળશે જે લોકો પોસ્ટ ઓફિસ સ્કીમમાં બે વર્ષ માટે રોકાણ કરે તો તેમને 7% વ્યાજ પોસ્ટ ઓફિસ દ્વારા ચૂકવવામાં આવશે અને જો તમે ત્રણ વર્ષ માટે એફડી કરાવો છો તો તમને 7.10 ટકા વ્યાજ દર મળવાપાત્ર થશે અને જે લોકો પાંચ વર્ષ માટે એફડી કરાવી રહ્યા છે તેઓને તેમના રોકાણ પર 7.50 ટકા જેટલું ઊંચું વ્યાજ મળવાપાત્ર થશે અને તમારા પૈસા 100% સલામત રહેશે.
આમ તમે પોસ્ટ ઓફિસની આ એફડી સ્કીમમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને એક વર્ષે 7080 રૂપિયા જેટલું વળતર મળશે એટલે કે કુલ એક વર્ષ પછી તમને 107081 રૂપિયા પરત મળશે
બે વર્ષ માટે એફડી કરાવેલ એક લાખ રૂપિયા પર તમને બે વર્ષના અંતે 14,888 રૂપિયાનું વ્યાજ મળશે એટલે કે કુલ રૂપિયા મળીને ₹1,14,888 રૂપિયા તમને મળવા પાત્ર થશે
અને જો તમે પાંચ વર્ષ માટે એક લાખ રૂપિયાની એફડી કરાવો છો તો તમને 44,995 રૂપિયા પાંચ વર્ષના અંતે વ્યાજ મળવા પાત્ર થશે એટલે કે પાંચ વર્ષના અંતે કુલ રૂપિયા તમને 1,44,995 મળવાપાત્ર થશે.
પોસ્ટ ઓફિસની પોસ્ટ ઓફિસની એફડી સ્કીમોમાં રોકાણ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે
તમારે પોસ્ટ ઓફિસની આ એફડી સ્કીમ માં રોકાણ કરવું હોય તો તમારે નીચે મુજબના દસ્તાવેજો જમા કરાવવાના થશે આધારકાર્ડ પાનકાર્ડ
વોટર આઇડી કાર્ડ અરજદારનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
બેંક સાથે લીંક હોય તેવો મોબાઈલ નંબર
અને અન્ય જરૂરી અરજી ફોર્મ
પોસ્ટ પોસ્ટ ઓફિસની એફડી સ્કીમ ના ફાયદા
પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ એફડી સ્કીમમાં રોકાણ કરતા પહેલા તમારે તેના ફાયદાઓ વિશે પણ જાણવું જરૂરી છે અહીં અમે તમને જણાવી દઈએ કે આ એફડી સ્કીમ દ્વારા તમને અનેક ફાયદાઓ મળવા પાત્ર થશે જેમાં
સૌપ્રથમ તો તમારા પૈસા સુરક્ષિત છે કારણકે અહીં પૈસાની સુરક્ષા પર ખૂબ જ વધુ ધ્યાન આપવામાં આવે છે તેથી અહીં રોકાણ કર્યા બાદ તમારે પૈસાની ટેન્શન લેવાની જરૂર રહેશે નહીં
અન્ય બેંકોની સરખામણીએ પોસ્ટ ઓફિસ પર ખૂબ સારું વળતર ચૂકવવામાં આવે છે