WhatsApp ગ્રૂપમાં જોડાવો!

બિઝનેસ આઈડિયા : તમે તમારા આસપાસના વિસ્તારમાં આ બિઝનેસથી દર મહિને ખૂબ મોટી કમાણી કરી શકો છો.

Spread the love

બિઝનેસ આઈડિયા : તમે તમારા આસપાસના વિસ્તારમાં આ બિઝનેસથી દર મહિને ખૂબ મોટી કમાણી કરી શકો છો.

બિઝનેસ આઈડિયા : મિત્રો હાલ સમય ખૂબ બદલાઈ રહ્યો છે યુવા વર્ગ ભણતરના કારણે નોકરી વ્યવસાય ધંધાના કારણે અને પોતાનું વતન ગામડું છોડી અને સીટીની તરફ ખૂબ આગળ વધી રહ્યા છે અને પોતે રેન્ટ પર રહી લોજીંગ બંધાવી પોતાની જીવનશૈલીમાં કાર્યરત છે,

 મિત્રો હાલ આધુનિક યુગ છે અને દરેક લોકો કોઈના કોઈ બિઝનેસ કરી પોતાનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સતત પ્રયત્નશીલ છે આપણે જાણીએ છીએ હાલ મોંઘવારી ખૂબ મોટાભાઈએ છે ઘરમાં પાંચ છ વ્યક્તિઓ હોય અને કોઈ એક વ્યક્તિ કમનાર હોય અને તે ગમે તેટલા પૈસા કમાઈ રહી હોય પરંતુ આજના મોંઘવારી ભર્યા સમયમાં બચત કરવી એ ખૂબ અઘરી બની રહી છે માટે ઘરના મોટાભાગના સભ્યોએ એક કરતાં વધારે સભ્યોએ કોઈને કોઈ બિઝનેસ દ્વારા કમાણી કરી બચત કરવી ખૂબ જરૂરી છે, બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા દરેક વાલીઓને થતી હોય છે અને આધુનિક યુગમાં સમયની સાથે સ્પર્ધામાં ઉતારવા માટે પૈસાની ખૂબ આવશ્યકતા છે માટે દરેક વાલીઓએ કાંઈને કાંઈ નવા બિઝનેસ દ્વારા વધુને વધુ પૈસા કમાવાની ખૂબ જ આવશ્યકતા છે.

 દરેક લોકો હાલ વિચારી રહ્યા છે કે કયો બિઝનેસ કરવો કેવો ધંધો કરવો જેના દ્વારા ટૂંકા સમયમાં મોટી રકમ કમાવી શકાય છે પરંતુ મિત્રો આપણે જાણીએ છીએ તે મુજબ પૈસા કમાવા માટે મહેનત કરવી એ ખૂબ જરૂરી છે અમારા દ્વારા એક ખૂબ સરસ પ્રયત્ન કરવામાં આવ્યો છે અમે નિયમિત રીતે રોજ સાંજે એક નવો બિઝનેસ આઈડિયા લઈને તમારી પાસે આવીશું તમને અમારો આજે નહીં તો આવતીકાલે કોઈને કોઈ બિઝનેસ આઈડિયા અવશ્ય પસંદ આવશે અને તમે તેને અજમાવીને ખૂબ સારી એવી કમાણી કરી શકશો, આજે અમે એવો જ એક બિઝનેસ આઈડિયા તમારી સમક્ષ લઈને આવ્યા છીએ જે આ મુજબ છે.

 લેખમાં અગાઉ વાત કરી એ મુજબ હાલ મોટાભાગના લોકો ગામડું છોડી અને સીટી ની તરફ આગળ વધી રહ્યા છે બિઝનેસ ધંધો વ્યવસાય નોકરી અભ્યાસ કોઈને કોઈ કારણે યુવાધન સીટી તરફ આગળ વધી રહ્યો છે અને પોતાના પરિવારથી દૂર આવી દરેક લોકોની પ્રાથમિક જરૂરિયાત રહેવા જમવાની હોય છે એ આપણે સૌ જાણીએ છીએ, જમવાની વાત કરીએ તો મુખ્ય ખોરાક રોટલી છે, આપણા ભારત દેશના દરેક શહેર અને ગામડામાં રોટલીની મુખ્ય જરૂરિયાત છે દરેક માણસ તેને ખાય છે પરંતુ રોટલી બનાવવી એ થોડુંક મહેનતનું કામ છે લોટગુંથવો તેને ગોળા બનાવવા તેને વર્ણવી ત્યારબાદ તેને શેકવી અને તેમાં ખૂબ મોટી મહેનત પડતી હોય છે અને સમય લાગી જાય છે,

 પરંતુ આપણે જાણીએ છીએ એ મુજબ હાલના સમયમાં દરેક કામ સહેલાઈથી થઈ શકે તે માટે મશીનરીઓ બજારમાં ઉપલબ્ધ છે અમે અહીં એવી જ એક ઓટોમેટિક રોટલી બનાવવાની મશીન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે માત્ર થોડી જ વારમાં તાજી ગરમ રોટલી બનાવી આપે છે નાની દુકાનથી લઈને મોટી મોટી હોટલો સુધી દરેક જગ્યાએ આ મશીનનો જ ઉપયોગ થઈ રહ્યો છે જેનાથી મહેનત ઓછી લાગે છે અને સાથે સાથે દરેક રોટલી એક જ આકારની મસ્ત અને સ્વાદિષ્ટ પણ બની રહે છે 

 કઈ કંપની બનાવી રહી છે ઓટોમેટીક રોટી મેકર મશીન

 એસએસ કંપની આ વ્યવસાયમાં એક છે જે નાના ઘરેથી લઈને મોટી મોટી હોટલો સુધી જુદા જુદા પ્રકારની મશીનરી બનાવે છે આ કંપનીએ તો સંપૂર્ણ રીતે વીજળીથી ચાલતી ઓટોમેટિક રોટી મેકર મશીન બનાવી છે જેમાં ગેસની જરૂર પડતી નથી અને તે મશીન નાની હોવાને કારણે કોઈપણ જગ્યાએ સરળતાથી આવી જાય છે

 આ રીતે કામ કરે છે મશીન 

 રોટી મેકર મશીન માત્ર પાંચ જ મિનિટમાં 50 કિલો લોટ બાંધી આપે છે અને રોટલી મિનિટોમાં તૈયાર કરી આપે છે આપણે માત્ર આ મશીનમાં જરૂરિયાત મુજબ પાણી અને લોટ ઉમેરવાની જરૂર છે બસ, રોટી મેકર મશીન દ્વારા ઓટોમેટિક જરૂરિયાત મુજબ પાણી અને લોટ લઈ તેને આંટો ગુથી અને નાની ગોળીઓ તૈયાર કરી રોટલી બનાવી ગરમાગરમ બહાર આવી જાય છે, રોટલીના ગોળા નાના રાખવા કે મોટા એ આપણા મરજી મુજબ હોય છે આપણે નાની રોટલી બનાવવી હોય તો તેની સાઈઝ નાની રાખી શકીએ છીએ અને સહેજ મોટી રોટલી બનાવવી હોય તો એ મુજબ મશીનમાં સહેજ મોટી સાઈઝ સિલેક્ટ કરી શકીએ છીએ.

 મોટી હોટલોમાં તો રોટલી બનાવવા માટે મશીનરી હોય છે પરંતુ આપણા ઘરમાં રોટલી બનાવવા માટે નાની મશીનની પણ માંગ ઘણી ખૂબ વધી છે પોલીમર કંપની એ તો એક માચીસના ડબ્બા જેટલી નાની રોટી બનાવવાની મશીન તૈયાર કરી છે જે સંપૂર્ણ રીતે ઓટોમેટિક છે અને આ મશીન ફક્ત એક કલાકમાં 500 થી વધારે રોટલી બનાવી શકવાની કેપેસિટી ધરાવે છે અને તેમાં ગેસનો વપરાશ પણ ખૂબ ઓછો થાય છે.

 તમે આ રોટી મેકર ઓટોમેટીક મશીન ઘરે વસાવી અને તમારી આસપાસના વિસ્તારમાં રહેતા બહારથી આવેલા લોકો માટે લોજીંગ ની શરૂઆત કરી શકો છો અને મિનિટોમાં રોટલી તૈયાર કરી ઓછા મહેનતે સારું પણ ભોજન તૈયાર કરી ટિફિનની વ્યવસ્થા કરી પાર્સલ સુવિધા દ્વારા ખૂબ મોટી રકમ મહિને કમાઈ શકો છો

 કેટલી છે આ મશીનની બજાર કિંમત

 અત્યારના સમયમાં ભારત દેશમાં અનેક કંપનીઓ દ્વારા ઓટોમેટિક રોટી મશીન મેકર તૈયાર કરવામાં આવે છે જેની બજાર કિંમત ખૂબ ઓછી છે સામાન્ય રોટી મેકર મશીન તમને 35,000 ની કિંમતની આજુબાજુ મળી જાય છે અને તેનાથી નાની ટેબલટોપ રોટી મેકર મશીન તમને ફક્ત 15000 રૂપિયાની આજુબાજુની કિંમતમાં મળી રહેશે. ઉપરાંત આ સિંગલ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે કેમકે આ મશીન એટલી સરસ ડિઝાઇન કરવામાં આવેલી છે અને તેમાં ખૂબ સારું મટીરીયલ વાપરવામાં આવે છે જેથી તેમાં લાંબા સમય સુધી કાટ લાગતો નથી અને મશીનમાં કોઈપણ જાતની ખરાબી આવતી નથી અને વર્ષો સુધી તમે તેને વ્યવસ્થિત રીતે ચલાવી શકો છો.

 આ મશીનની ઓછી કિંમતના કારણે હવે તેને નાના નાના ઢાબા લારી ગલ્લા કેન્ટીન અને લોકો પોતાના ઘર માટે પણ ઉપયોગ કરી રહ્યા છે વધારે રોટલીઓ એકદમ સરળતાથી અને ઝડપથી બની રહે છે અને સ્ત્રીઓને  મળ્યો છે અનેક સુખી પરિવારો હાલ આ મશીનરીનો ઘરે પોતાના ઘર માટે પણ ઉપયોગ કરી રહ્યા છે.

 મશીનની મજબૂતી વિશે જાણો

 ઓટોમેટીક રોટી મેકર મશીન એ સ્ટીલ ની બનાવટ થી તૈયાર કરવામાં આવે છે જેથી વર્ષો સુધી તે ચાલે છે તેમાં કાટ લાગતો નથી અને રોટલી વર્ષો સુધી સ્વાદિષ્ટ બની રહે છે આ ઉપરાંત ક્યારે મશીન બગડે તો તેને રિપેર કરવા માટે અને સર્વિસ કરવા માટે મોટી કંપનીઓના સમગ્ર ભારતમાં સર્વિસ નેટવર્ક ઉપલબ્ધ છે.

 અમારો લેખ વાંચવા બદલ ખુબ આભાર આશા છે તમને આ માહિતી લાભદાયી થશે આવા જ અવનવા બિઝનેસ આઈડિયા અને ઉપયોગી લેખ વાંચવા માટે નિયમિત અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top