WhatsApp ગ્રૂપમાં જોડાવો!

બ્રેકિંગ ન્યૂઝ : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષા હવેથી સંપૂર્ણ પેપરલેશ થશે, કોમ્પ્યુટર પર આપવાની રહેશે પરીક્ષા

Spread the love

બ્રેકિંગ ન્યૂઝ : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષા હવેથી સંપૂર્ણ પેપરલેશ થશે, કોમ્પ્યુટર પર આપવાની રહેશે પરીક્ષા

પરીક્ષાની જવાબદારી દેશની પ્રતિષ્ઠિત ટેક કંપની ટીસીએસને સોંપાશે. કંપની દ્વારા એકસાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઓનલાઈન પદ્ધતિથી સૌપ્રથમ બીટગાર્ડની પરીક્ષા યોજાશે. જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

ગાંધીનગર : ગુજરાતમાં ઘણા સમયથી પેપર ફુટવાની અનેક ઘટનાઓ બનતી હતી, ત્યારે ગુજરાત સરકારે પરીક્ષા પદ્ધતિ મજબૂત કરવા પ્રયાસ કર્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી પરીક્ષા સંપૂર્ણ પેપરલેસ રહેશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે. જેના માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એજન્સી પણ નક્કી કરી દેવાઈ છે.

ઓનલાઈન પદ્ધતિથી સૌપ્રથમ બીટગાર્ડની પરીક્ષા

પરીક્ષાની જવાબદારી દેશની પ્રતિષ્ઠિત ટેક કંપની ટીસીએસને સોંપાશે. કંપની દ્વારા એકસાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઓનલાઈન પદ્ધતિથી સૌપ્રથમ બીટગાર્ડની પરીક્ષા યોજાશે. જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી લેવાવાના કારણે અનેક ફાયદા

આ પરીક્ષા એક સપ્તાહથી વધુ સમય સુધી ચાલશે. જો કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી લેવાવાના કારણે અનેક ફાયદા થશે. તેના પરિણામ ઝડપી આવશે, પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા રહેશે, પેપર ફૂટવાની શક્યતા નહિવત રહેશે, કાગળ અને પ્રિન્ટિંગનો ખર્ચ બચશે, સાથે જ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચશે અને વ્યવસ્થા જળવાશે. સૌથી અગત્યનો ફાયદો એ છે કે પેપરની ગુપ્તતા જળવાઈ રહેશે.

ગેરરિતી થવાની સંભાવનાઓ ઘટી જશે

ગુજરાતમાં ઘણા બધા લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે અને થોડા મહિનાઓ પહેલા પેપર લીક થવાની અનેક ઘટનાઓ પણ બની હતી. ત્યારે પેપર લીકની ઘટનાઓ પણ ન બને અને ઉમેદવારોની તબક્કાવાર, સામાન્ય જ્ઞાન અને વિષયોની સમજના આધાર પર નિમણુંક થાય તે માટે આ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે. આ પ્રકારની પદ્ધતિથી પરીક્ષામાં ગેરરીતિ થવાની સંભાવના પણ ઘટી જતી હોય છે, ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા માટે લેવાયેલો આ નિર્ણય ખૂબ જ મહત્વનો માની શકાય છે.

સોર્સ : tv9 ગુજરાતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top