મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના : આ યોજના હેઠળ મહિલાઓને મળશે એક લાખ રૂપિયા સુધીની વગર વ્યાજે લોન જાણો અરજી કરવાની પ્રોસેસ
મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારશ્રી દ્વારા 2020 માં આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી હતી આ યોજના હેઠળ એક લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે મહિલાઓને આપવાનું નક્કી કરવામાં આવેલું હતું રાજ્યના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર ની મહિલાઓને 0% વ્યાજ દર એક લોન આપવા માટે સરકારશ્રી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે.
ઉદ્યોગ સાહસી મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવી અને મહિલાઓને સશક્ત બનાવવી એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે
મહિલાઓમાં વ્યવસાય કરવા અંગે જાગૃતિ કેળવવી જેથી તેઓ ભવિષ્યમાં અન્ય કોઈ પર નિર્ભર ના રહે અને પોતે આત્મા નિર્ભર બની રહે તે આ યોજનાનો ઉદેશ્ય છે
મહિલા સાહસિકોની આવક વધારવા અને તેમને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે સરકારશ્રી દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે
જરૂરી દસ્તાવેજો
આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના દસ્તાવેજો ની જરૂર પડશે
આધાર કાર્ડ
ચૂંટણી કાર્ડ
રાશન કાર્ડ
આવકનો પ્રમાણપત્ર
અને મોબાઈલ નંબર
ઉમર મર્યાદા
આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષથી 59 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે
વિધવા મહિલા અને એકતા ત્યાકતા ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે
યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના નો લાભ લેવા માટે સૌપ્રથમ અરજદારે સત્તાવાર વેબસાઈટ https://mmuy.gujarat.gov.in/ પર જવાનું રહેશે.
આ વેબસાઈટ પર મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લિંક પર ક્લિક કરો
યોજનાની વિગતો ધ્યાનપૂર્વક વાંચો
અરજી ફોર્મ માં જરૂરી તમામ વિગતો ભરો
દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરો
અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ કરો