યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર જાણો ખાલી જગ્યાની વિગતો અને પગાર ધોરણ.
બેંકમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા હાલમાં કુલ 606 વિવેધ જગ્યાઓ પર ભરતી કરવાની નવી જાહેરાત બહાર પાડી છે આ જાહેરાત યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવેલી છે ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હેતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ ની ડાયરેક્ટ લિંક અહીં મૂકવામાં આવેલી છે તમે અહીંથી ઓનલાઇન અરજી કરી શકશો.
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ 606 વિવિધ જગ્યાઓ ની વિગતવાર માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે જેમાં ખાલી જગ્યાઓની પોસ્ટ વાઇઝ વિગતવાર માહિતી શૈક્ષણિક લાયકાત સિલેક્શન પ્રોસેસ પગાર ધોરણ અરજીની ફી તેમજ ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ વગેરે નીચે મુજબ છે.
મહત્વપૂર્ણ તારીખો
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 3 ફેબ્રુઆરી ના રોજ સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે અને ઓનલાઈન અરજી પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવેલી છે જ્યારે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 23 ફેબ્રુઆરી 2024 છે ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમથી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ https://ibpsonline.ibps.in/ubisojan24/ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઉંમર મર્યાદા
આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 45 વર્ષ નક્કી કરવામાં આવેલી છે ઉંમર મર્યાદામાં છૂટછાટ માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનની સત્તાવાર સૂચના ને વિગતવાર વાંચવી.
અરજી ફી
ઉમેદવારોએ આ બેંક ભરતીમાં અરજી કરવા માટે અરજી ફી સુકવવાની રહેશે જેમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારો ઓબીસી કેટેગરીના ઉમેદવારો અને એ ડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે 850 રૂપિયા ચૂકવવાના રહેશે જયારે અનુસૂચિત જાતિના ઉમેદવારો અનુસૂચિત જનજાતિના ઉમેદવારો અને પીડબ્લ્યુ.ડી ઉમેદવારોએ 175 અરજી ફી તરીકે ચૂકવવાના રહેશે
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માગતા ઉમેદવાર ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ પાસ ( કોઈપણ પ્રવાહમાં ) હોવા જરૂરી છે.
ઉમેદવારોએ સત્તાવાર સૂચનામાં પોસ્ટ મુજબની શૈક્ષણિક લાયકાત સંબંધીત માહિતી વાંચવી આવશ્યક છે
માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટી માંથી ન્યુનતમ સ્નાતક ડિગ્રી બીએસસી બી ટેક પાસ કરેલ ઉમેદવારો અરજી ફોર્મ ભરી શકે છે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરશો
સૌપ્રથમ નીચે આપેલ સત્તાવારે નોટિફિકેશનને ડાઉનલોડ કરો અને તમામ માહિતી વાંચો અને નક્કી કરો કે તમે આ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહીં
ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ https://ibpsonline.ibps.in/ubisojan24/ પર જવું
હવે તમારે રિક્વાયરમેન્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે
અહીં આપેલ ભરતી ની સૂચના ને વાંચો અને બાજુમાં આપેલ અપલાય ઓનલાઇન બટન પર ક્લિક કરો
તમારી સામે અરજી ફોર્મ ઓપન થશે જેમાં તમારી તમામ માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
ઓનલાઇન ફી ભરો
અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ માહિતી ચકાસો અને સબમિટ કરો
અરજી ફોર્મની પ્રિન્ટ મેળવો.
અગત્યની લિંક
ઓફિસિયલ નોટિફિકેશન પીડીએફ માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે ડાયરેક્ટ લિંક | અહીં ક્લિક કરો |
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |