સરકારની આ યોજના હેઠળ મળશે દર મહિને 5000 રૂપિયાનું પેન્શન બસ કરવું પડશે આટલું કામ જાણો સંપૂર્ણ પ્રોસેસ.
લોકોના હિત માટે સરકારશ્રી દ્વારા અવનવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાંની એક યોજના એટલે અટલ પેન્શન યોજના આ યોજના હેઠળ સરકાર દર મહિને 5000 રૂપિયાનું પેન્શન આપી રહી છે જાણો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે અને કેવી રીતે આ યોજનાનો લાભ લઈ શકાય કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે સંપૂર્ણ માહિતી માટે આ આર્ટિકલ અને અંત સુધી અવશ્ય વાંચો.
અટલ પેન્શન યોજના એ એક સરકારી યોજના હોવાને કારણે સંપૂર્ણપણે સલામત છે અને અત્યારે મોટી સંખ્યામાં લોકો તેની સાથે જોડાયેલા છે જો તમારે પણ આ યોજનાનો લાભ મેળવવો હોય તો કેવી રીતે અરજી કરવાની રહેશે અને કેટલા કેટલા ડોક્યુમેન્ટ જોશે તેમ જ આ યોજનાની પાત્રતા શું છે તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
અટલ પેન્શન યોજના નો લાભ લેવા ઇચ્છો છો તો અપનાવો આ પદ્ધતિ આ યોજનામાં દર મહિને 210 નું રોકાણ કરો અને મેળવો દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન.
અટલ પેન્શન યોજના વિશે જાણો
આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે એટલા પૈસા હોવા જોઈએ કે તેને વૃદ્ધાવસ્થામાં કોઈની સામે હાથ ન ફેલાવવો પડે તેથી જ લોકો આ જ કરતા તેમની આવતીકાલની વધુ ચિંતા કરતા હોય છે અને અવનવી યોજનાઓમાં રોકાણ કરતા હોય છે. જોકે મોટાભાગના લોકો એવી જગ્યાએ રોકાણ કરવાનું પસંદ કરે છે કે જ્યાંથી તેઓને કોઈપણ મુશ્કેલી વિના સારું વળતર મળી રહે આવી સ્થિતિમાં જો તમે પણ ઈચ્છો છો કે તમારી આવતીકાલે સુરક્ષિત રહે તો તમે અટલ પેન્શન યોજનામાં જોડાઈ શકો છો.
અટલ પેન્શન યોજના શું છે?
વર્ષ 2015માં અટલ પેન્શન યોજના શરૂ કરવામાં આવી હતી અને આ એક રોકાણકારી યોજના છે આ સ્કીમ હેઠળ તમારે પહેલા તેમાં રોકાણ કરવું પડશે અને પછી 60 વર્ષની ઉંમર બાદ દર મહિને તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણના આધારે 5000 રૂપિયા સુધીનું તમને પેન્શન મળી શકે છે.
કેટલા રોકાણ પર કેટલું ટેન્શન મળશે જાણો
જો તમે પણ આ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો જાણી લો કે જો તમે આ યોજનામાં દર મહિને 210 રૂપિયાનો રોકાણ કરો છો તો ૬૦ વર્ષની ઉંમર બાદ તમને વાર્ષિક 60000 રૂપિયાનું પેન્શન મળી શકે છે એટલે કે દર મહિને ₹5,000 પેન્શન નો લાભ મળી શકે છે કઈ ઉંમરે કેટલા રૂપિયાનું રોકાણ કરવાથી કેટલું પેન્શન 60 વર્ષની ઉંમર બાદ મળશે તેનો ચાર્ટ નીચે મુજબ છે.
અટલ પેન્શન અટલ પેન્શન યોજનામાં કોણ અરજી કરી શકે
અટલ પેન્શન અટલ પેન્શન યોજનામાં અરજી કરવા માટેના નિયમો નીચે મુજબ છે
ભારતનો નાગરિક આ યોજના હેઠળ અરજી કરી શકે છે
જેમની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોય તે અરજી કરી શકે છે
યોજનામાં આવેદન માટે બેન્ક એકાઉન્ટ જરૂરી છે
બેન્ક એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત છે
આ યોજનામાં કેવી રીતે જોડાવું
આ યોજનામાં જોડાવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html ની મુલાકાત લેવી
ત્યારબાદ એ પીવાય એપ્લિકેશન પર ક્લિક કરો અને આધાર કાર્ડ ની માહિતી દાખલ કરો
હવે મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી દાખલ કરો
ઉંમર મુજબ કેટલી રકમ તમારે ભરવાની થશે તેનો પ્રીમિયમ નક્કી કરો અને નોમીની વિગતો ભરો
છેલ્લે ઇ સાઇન કરો અને વેરિફિકેશન પછી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે.
અટલ પેન્શન ની યોજના માટે ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |