WhatsApp ગ્રૂપમાં જોડાવો!

LRD પોલીસ ભરતી ના નવા નિયમો જાહેર

Spread the love

પોલીસ ભરતી ના નવા નિયમો જાહેર :

લોકરક્ષકના વિવિધ સવાર્ગોની સંયુક્ત સિદ્ધિ ભરતી ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલું છે

લોકરક્ષક ની ભરતી અંતર્ગત લેવાથી શારીરિક પરીક્ષામાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં

શારીરિક કસોટીમાં ઉતરણ થયેલા તમામ ઉમેદવારોને ઓબ્જેકટીવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે

100 ગુણની એમસીક્યુ ટેસ્ટને બદલે હવે 200 ગુણનું ઓબ્જેકટીવ એમસીક્યુ ટેસ્ટ નું પેપર લેવાશે

પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત રહેશે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે

પોલીસ ભરતી ના નિયમો માં મોટા ફેરફાર

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સવાર્ગોની સંયુક્ત સિદ્ધિ ભરતી ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે તે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેના કોઈ ગુણ રહેશે નહીં.

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ કરવામાં આવ્યું છે આમ શારીરિક કસોટી હવે ફક્ત પોલિફાઈડ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉતરણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેકટીવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે.

અગાઉ શારીરિક કસોટી માં ઉતરણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી તેના બદલે હવે 200 ગુણનું ત્રણ કલાકનું ઓબ્જેકટીવ એમસીક્યુ ટેસ્ટ નું એક જ પેપર લેવામાં આવશે આ પેપર ભાગ એ અને ભાગ બી એમ બે ભાગોમાં હશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજીયાત લેવાના રહેશે.

જુના પરીક્ષા નિયમો ના વિષયો પૈકી સાયકોલોજી તોફિયોલોજી આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

LRD પોલીસ પરીક્ષા નવો સિલેબસ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ પીડીએફ ને ડાઉનલોડ કરો

Pdf ડાઉનલોડ કરવા : અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top