RRB ALP Recruitment 2024: ભારતીય રેલવેમાં ધોરણ 10 પાસ પર કુલ 5696 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી
રેલવે ભરતી ની રાહ જોતા ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર લઈને આવ્યા છીએ ધોરણ 10 પાસ થયેલ ઉમેદવારો માટે ભારતીય રેલવે દ્વારા 5696 નવી જગ્યાઓ પર ભરતીની જાહેરાત બહાર પાડી છે ભારતીય રેલવેની ઓફિસિયલ વેબસાઈટ પર ભરતી જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવારોએ 19 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઇન માધ્યમથી અરજી કરવાની રહેશે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે
ભારતીય રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી લગત વિગતવાર માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે જેમાં કુલ ખાલી જગ્યાઓની પોસ્ટ વાઇઝ માહિતી, રાજ્ય વાઇઝ કુલ ખાલી જગ્યાઓની માહિતી વિગતવાર શૈક્ષણિક લાયકાત ની માહિતી સિલેક્શન પ્રોસેસ તેમજ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે
ખાલી જગ્યાઓ ની વિગતવાર માહિતી
ભારતીય રેલવે ભરતી બોર્ડ દ્વારા આસિસ્ટન્ટ લોક પાયલેટ ના પદ માટે કુલ 5696 જગ્યાઓની ભરતી જાહેરાત સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલી છે જે નીચે મુજબ છે
અમદાવાદ 238
અજમેર 228
બેંગલુરુ 473
ભોપાલ 284
ભુવનેશ્વર 280
બિલાસપુર 1326
ચંદીગઢ 66
ચેન્નઈ 148
ગોરખપુર 43
ગુવાહાટી 62
જમ્મુ શ્રીનગર 39
કોલકાતા 345
માલદા 217
મુંબઈ 547
મુઝફરપુર 38
પટના 38
પ્રયાગરાજ 291
રાંચી 153
સિકંદરાબાદ 758
સીલીગુડી 67
તીરુવનંતપુરમ 70
શૈક્ષણિક લાયકાત
ભારતીય રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ કોઈ માન્ય રાજ્ય અથવા કેન્દ્રીય બોર્ડમાંથી મેટ્રિક ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને તેણે અથવા તેણીએ એસીવીટી એનસીવીટી માંથી સંબંધિત શિસ્તમાં iti ટ્રેડ સર્ટિફિકેટ મેળવેલ હોવું જોઈએ અથવા વ્યક્તિએ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઈલેક્ટ્રિશિયન માં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ. ઇલેક્ટ્રોનિક્સ અથવા ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ અથવા એઆઈસીટીઇ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને વાંચો
ઉંમર મર્યાદા
એક જુલાઈ 2024 ના રોજ વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ તેવા ઉમેદવારો આ ભરતી માટે યોગ્ય ગણાશે. ઉપરાંત ઓબીસી અને એસસી એસટી ઉમેદવારો માટે અનુક્રમે ત્રણ વર્ષ અને પાંચ વર્ષ માટે ઉચ્ચ વહી મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી
સામાન્ય વર્ગના ઉમેદવારોએ આ ભરતીમાં અરજી કરવા માટે ₹500 ફી ચૂકવવાની રહેશે
એસ.સી એસટી ભૂતપૂર્વ સૈનિક પીડબલ્યુ ડી મહિલાઓ ટ્રાન્સ જેન્ડર લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરવા 250 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે.
સિલેક્શન પ્રોસેસ
આ ભરતીમાં સિલેક્શન પ્રોસેસર ત્રણ તબક્કા દ્વારા કરવામાં આવશે જેમાં સૌપ્રથમ ઓનલાઇન માધ્યમોથી સીબીટી પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષામાં ઉત્તિર્ણ થતાં અને મેરીટમાં આવતા ઉમેદવારોને મેઇન એક્ઝામ માટે બોલાવવામાં આવશે ત્યારબાદ ફાઇનલ સિલેક્શન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાંઆવશે.
- ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 20 ફેબ્રુઆરી 2024 છે
- ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ : https://indianrailways.gov.in/
ઓનલાઇન અરજી કેવી રીતે કરશો
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ સૌપ્રથમ નીચે આપેલ ઓફ ઓફિસિયલ નોટિફિકેશન ને ડાઉનલોડ કરી તમામ વિગતો અને શૈક્ષણિક લાયકાત ની માહિતી ને વાંચવી અને તમે આ ભરતી માટે અરજી કરવા લાયક છો કે નહીં તે તપાસો
ત્યારબાદ સૌ પ્રથમ અરજી કરવા માટે ઉમેદવારોએ ભારતીય રેલવે બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ https://indianrailways.gov.in/ પર જવું
અહીં એ એલપી આસિસ્ટન્ટ લોકો પાઈલટ ભરતી 2024 ના વિકલ્પ પર ક્લિક કરવું
અહીં તમારે તમામ માહિતી ભરવાની રહેશે અને જરૂરી શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
તમારો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરવાની થશે
ઓનલાઇન માધ્યમ દ્વારા અરજીની ફી ચૂકવવાની રહેશે
ફોર્મ ભરાઈ ગયા બાદ અરજી સબમીટ કરો અને તેની પ્રિન્ટ મેળવો.