ઝીરો ક્રેડિટ પર કેટલી લોન મળશે તેની વિગતવાર માહિતી જાણો
પહેલીવાર અરજી કરવા પર લોન મળશે કે નહીં અને લોન મળશે તો તે કેટલી મળશે તે દરેક લોકોના મનમાં ગુંચવાતું હોય છે જે લોકોને લોનની જરૂરિયાત હોય અને લોન લેવાનું વિચારતા હોય તેવો માટે આ આર્ટીકલ ખૂબ જ મહત્વપૂર્ણ છે 0 ક્રેડિટ સ્કોર હોય તેવા લોકોએ અરજી કરતાં પહેલાં આ વસ્તુ અવશ્ય જાણવી જોઈએ
હાલના મોંઘવારી ભર્યા યુગમાં દરેક લોકોને ખૂબ જ પૈસાની જરૂરિયાત પડતી હોય છે ઘણીવાર બાળકોના અભ્યાસ માટે તો અચાનક આવતા હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા માટે તો ક્યારેક પોતાના સંતાનોના લગ્ન પ્રસંગ માટે લોકોને પૈસાની જરૂરિયાત પડતી હોય છે આવા સમયે લોકો લોન લેવાનું વિચારતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે લોન એ દરેક બેંક જે તે વ્યક્તિના ક્રેડિટ સ્કોરના આધારે તેમને આપતી હોય છે પરંતુ તમે ક્યારેય લોન લીધેલી જ ન હોય તો બેંકમાં તમારો ક્રેડિટ સ્કોર કેટલો છે તે તમને ખબર નથી અને કેટલી લોન તમને બેંક તરફથી મળશે અને લોન મળશે કે નહીં મળે તેની ગુંચવણ મનમાં હોય છે તો દરેક લોકોએ જાણવું જોઈએ કે શું છે આ બેંકમાં ચેક કરવામાં આવતો તમારો ક્રેડિટ સ્કોર.
અહીં દરેક લોકોએ જાણવું જરૂરી છે કે તમારો ક્રેડિટ સ્કોર ખરાબ હશે તો તમને લોન મળવામાં થોડી મુશ્કેલી પડશે પરંતુ થોડાક પ્રયાસો કરવા પર તમને લોન મળી શકે છે પરંતુ આ લોન તમને થોડી મોંઘી પડે છે ચાલો જાણીએ જીરો ક્રેડિટ સ્કોર પર તમે કેવી રીતે લોન લઈ શકો છો અને બેંક દ્વારા તમને કેટલી લોન મળી શકશે તેમજ તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોય તો તમને કેટલા ટકાવ્યાજ ચૂકવવું પડશે
પહેલીવાર લોન લેવા માટેના પાત્રતાના નિયમો
ઝીરો ક્રેડિટ સ્કોર પર લોન લેવા માટે તમારી ઉંમર 21 વર્ષથી 57 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે
જો તમે વ્યવસાય કરતા હોય તો તમારો માસિક પગાર 15000 રૂપિયાથી વધારે હોવો જોઈએ
અને જો તમે નોકરી કરતા હોવ તો તમારો માસિક પગાર 13 હજાર રૂપિયાથી વધારે હોવો જોઈએ
જે લોકો નોકરી કરી રહ્યા હોય અને પહેલીવાર લોન લેવાની જરૂર પડશે તો તેઓને આસાનીથી લોન મળી શકે છે
પરંતુ બેંકના ધારા ધોરણ મુજબના જરૂરી ડોક્યુમેન્ટ પુરવાર કરવાના રહેશે
ઝીરો ક્રેડિટ સ્કોર પર લોન મેળવો
જે મિત્રોએ ક્યારેય લોન લીધેલી નથી અને તેમનો ક્રેડિટ સ્કોર બેંક શાખામાં શૂન્ય છે તેવા મિત્રો માટે લોન મેળવવી થોડી મુશ્કેલ થઈ શકે છે અને લોન મળે તો તેના પર બેંક વ્યાજ વધારે લેશે
આ ઉપરાંત તમારા ધાર્યા મુજબની લોન તમને મળી શકશે નહીં એટલે કે તમારે જેટલા રૂપિયાની લોન ની જરૂરિયાત છે તેનાથી ઓછી લોન તમને બેંક દ્વારા મળી શકશે
નોકરીયા તો વર્ગ માટે પહેલી વખત હોય ઝીરો ક્રેડિટ હોય તો પણ તેઓને સેલેરી સ્લીપ ના આધારે લોન સરળતાથી મળી શકે છે
પરંતુ જે મિત્રો મજૂરી કામ કરે છે અથવા તો અન્ય કોઈ વ્યવસાય કરી રહ્યા છે તેઓને રિટર્ન ફાઇલ કર્યા હોય તો તેઓની બે વર્ષની કોપી ના આધારે બેંક લોન આપી શકે છે પરંતુ આ લોન પર વ્યાજ દર વધુ હોય છે.
ક્રેડિટ સ્કોર કેવી રીતે વધારવો
બેંક દ્વારા આપવામાં આવતી લોનને દર મહિને નિયમ અનુસાર emi ચૂકવવાનો રહેશે
એક પણ મહિને ઇએમાય નિષ્ફળ જવા દેવાનો રહેશે નહીં
દર મહિને તમારા દ્વારા ચૂકવવામાં આવતો હપ્તો નિયમ અનુસાર ચુકવાશે અને આખી લોન તમારી પૂર્ણ થશે તો બેંકમાં તમારો ક્રેડિટ સ્કોર સુધરશે
અને આગળના સમયમાં જ્યારે તમારે જરૂર પડે ત્યારે લોન લેતી વખતે બેંક તમારો પાછલી લોન ચૂકતા કર્યા નો ક્રેડિટ સ્કોર તપાસ છે અને કોઈપણ હપ્તો બાઉન્સ થયેલ નહીં જણાય તો તમને ધાર્યા મુજબની લોન મળી શકશે
એટલે કે બેંકમાં તમારી શાખા તમારો ક્રેડિટ સ્કોર સુધરી ગયો છે તેમ સમજવું
આ ઉપરાંત ક્રેડિટ સ્કોર સુધારવા માટે તમારે કોઈપણ પ્રકારની ઓનલાઈન ક્રેડિટર લાઈન અથવા તો પે લેટર અથવા પોસ્ટ વગેરે સુવિધા ના માધ્યમથી અપ્લાય કરી શકો છો
જેમાં તમને કેટલીક રકમ ખર્ચ કરવા માટે આપવામાં આવે છે
એક સમય પછી તેને ચૂકવવાની થશે
જેમ જેમ તમે આ રકમને ખર્ચ કરી તેને ચૂકવતા જશો તેમ તેમ તમારો ક્રેડિટની લિમિટમાં વધારો થતો જશે અને તમારો ક્રેડિટ સ્કોર ક્રેડિટ બ્યુરો સાથે ક્રેડિટ આપતી કંપનીઓ શેર કરશે અને તમારો ક્રેડિટ સ્કોર વધશે
અહીં દર વખતે ડ્યુ ડેટ પહેલા તમારે બિલની ચુકવણી કરવાની રહેશે.