આરોગ્ય નિષ્ણાતો હવે કોરોનાના આ નવા વેરિયન્ટને લઈ સતર્ક બન્યા છે. લોકોને આ પેટા-વેરિયન્ટ અંગે સાવચેત રહેવા અપીલ કરી રહ્યા છે. તમારી જાતને અને તમારા પરિવારને આ ચેપથી બચાવવા માટે કેવા પગલાં લેવા તે અંગે જાણવું ખૂબ જરૂરી છે.
ચાર વર્ષ બાદ પણ કોરોના વાયરસ વિશ્વભરના ડોકટરો અને વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય છે. કોરોનાના સબ-વેરિઅન્ટ JN.1ને કારણે થોડા સમય માટે નિયંત્રણમાં જણાતી સંક્રમણની ગતિ અચાનક ફરી એકવાર વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે JN.1 સબ-વેરિયન્ટ ભારતમાં આવી ચૂક્યું છે. દક્ષિણ ભારતમાં પણ આ વાયરસના કેટલાક કેસની પુષ્ટિ થઈ છે.
તમને જણાવી દઈએ કે, કેરળ બાદ હવે ગોવા અને મહારાષ્ટ્રમાં પણ નવા વેરિયન્ટના 19 કેસ મળી આવ્યા છે. આ પ્રકાર ઓમિક્રોન વેરિયન્ટ છે, જેના કારણે તેના ઝડપી ફેલાવાનો સતત ખતરો છે. આ તરફ ગુજરાતમાં પણ કોરોનાના કેટલાક કેસો સામે આવ્યા છે. પરંતુ આ કેસ માઈલ્ડ હોવાનું આરોગ્ય પ્રધાને જણાવ્યુ છે.
શિયાળામાં આ વાયરસ ઝડપથી ફેલાઈ જાય છે અને જો પ્રદૂષણની સાથે ઈન્ફેક્શન થાય છે તો તે વધુ ખતરનાક બની શકે છે. આરોગ્ય નિષ્ણાતો લોકોને આ સબ-વેરિયન્ટને લઈને સાવધ રહેવાની અપીલ કરી રહ્યા છે. આ ચેપથી પોતાને તેમજ તમારા પરિવારને બચાવવા માટે, ચાલો જાણીએ કે કોરોના JN.1નું નવું સબ-વેરિયન્ટ શું છે અને તેના લક્ષણો અને નિવારણનાં પગલાં શું છે.
કોરોના JN.1નું નવું સબ વેરિઅન્ટ શું છે?
કોરોનાનો આ નવા સબ-વેરિયન્ટ JN.1નો પહેલો કેસ ઓગસ્ટમાં લક્ઝમબર્ગમાં જોવા મળ્યો હતો. જે પછી ધીરે ધીરે તે 36થી 40 દેશોમાં ફેલાઈ ગયો. આ સબ-વેરિઅન્ટ પિરોલા વેરિયન્ટ (BA 2.86) સાથે જોડાયેલ હોવાનું કહેવાય છે, જે ઓમિક્રોન સબ-વેરિયન્ટનું એક ઑફશૂટ હોવાનું કહેવાય છે.
WHO શું કહે છે?
કોરોના JN.1નું આ નવું સ્વરૂપ હાલમાં અમેરિકા, ચીન અને સિંગાપુરમાં તબાહી મચાવી રહ્યું છે, મોટી સંખ્યામાં લોકો આ ચેપથી બીમાર પડી રહ્યા છે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે આ નવા પ્રકારને કારણે લોકોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ મૃત્યુની સંખ્યા ઘણી ઓછી છે. આ જ કારણ છે કે WHOએ આ નવા પ્રકારનું વર્ગીકરણ કર્યું છે અને તેને ‘વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ની શ્રેણીમાં મૂક્યું છે.
નવા વેરિઅન્ટ JN.1ની શું છે લાક્ષણિકતાઓ ?
કોરોનાના આ નવા પ્રકારના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, વહેતું નાક અને કેટલાક કિસ્સાઓમાં, જઠરની સમસ્યાઓ પણ થઈ શકે છે.
નવું વેરિઅન્ટ JN.1 કેટલું જોખમી છે?
નવા પ્રકાર લોકોને તેમની રોગપ્રતિકારક શક્તિના આધારે અલગ રીતે અસર કરે છે. જો કે, જે લોકો પહેલાથી જ કોઈ ચેપ અથવા ગંભીર બીમારીથી પીડિત છે તેઓને વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. કોવિડનું નવું સ્વરૂપ આવા લોકો માટે વધુ ખતરનાક બની શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ COVID-19, JN.1 ના નવા પેટા વેરિયન્ટને ‘રુચિના પ્રકાર’ તરીકે વર્ગીકૃત કર્યું છે પરંતુ કહ્યું છે કે તે જાહેર આરોગ્ય માટે બહુ જોખમી નથી.
કોવિડના નવા ખતરાને રોકવા વિવિધ પગલાંઆ વાયરસ સરળતાથી ફેલાતો હોવાથી, COVID-19 રોગચાળા દરમિયાન અનુસરવામાં આવેલા તમામ સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાનું શરૂ કરવું જોઈએ
લોકોએ બહાર નીકળવા સમયે માસ્ક પહેર્યા વિના ઘરની બહાર ન નીકળવું જોઈએ. જેથી વાયરસ તમને હવા દ્વારા સંક્રમિત ન કરી શકે.
વાસણો અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ જેમ કે ટૂથબ્રશ, કાંસકો વગેરે અન્ય લોકો સાથે શેર કરવાનું ટાળવું જોઈએ. કોઈપણ વસ્તુને સ્પર્શ કર્યા પછી વારંવાર હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો.
લોકો સાથે વાત કરતી વખતે 10 મીટરનું અંતર જાળવો.
ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું. લગ્નની પાર્ટીઓમાં જવાનું ટાળવું જોઈએ અને લોકો સાથે હાથ મિલાવશો નહીં.
જો તમને કોવિડના લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવો.
સોર્સ:- TV9 ગુજરાતી