પીએમ ફસલ વીમા યોજના 2024 : હવે દરેક ખેડૂત કરાવી શકે છે પોતાના પાકનું ઇન્સ્યોરન્સ સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ યોજના
પીએમ ફસલ વીમા યોજના 2024 : જ્યારે કોઈ કુદરતી સંકટ કે વિભક્તિના કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થાય ત્યારે સરકારશ્રી દ્વારા તેમને આર્થિક મદદ કરવા માટે આ યોજનાને અમલમાં મૂકવામાં આવેલી છે, દરેક ખેડૂતો પોતાના પાકનું આ યોજના અંતર્ગત ઇન્સ્યોરન્સ કરાવી શકે છે અને સરકારશ્રીના નિયમ અનુસાર જ્યારે કોઈ કુદરતી સંકટ આવે કે વિપત્તિના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચે ત્યારે તેમને પોતાના પાક ઉપર કરેલ આ ઇન્સ્યોરન્સ નું વળતર આપવામાં આવશે,
પાકનું ઇન્સ્યોરન્સ કરાવી શકશે ખેડૂત
આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ખેતી સાથે જોડાયેલા છે, ખેડૂતોની જીવનધોરિ તેમનું ખેતીનો પાક હોય છે, અને આખું વરસ મહેનત કરી ખેડૂત પોતાનો પાક તૈયાર કરતો હોય છે એવામાં જ્યારે કોઈ કુદરતી સંકટ આવે અને ખેડૂતનો પાક ભાઈ માલ થઈ જાય નાશ થઈ જાય ત્યારે ખેડૂતોને આત્મહત્યાનો વારો આવતો હોય છે આખું વરસ પોતે લેણું કરી અને પોતાનો પાક તૈયાર કરેલો હોય છે
અને જ્યારે પાક લણવાનો સમય આવે ત્યારે કુદરતી સંકટના કારણે પાક હાથમાંથી જતો હોય છે અથવા તો વધુ પડતા વરસાદને કારણે અથવા દુષ્કાળને કારણે જ્યારે ખેડૂતના હાથમાં પોતાનો પાક આવતો નથી આવી કોઈ પણ આપદા સમયમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલી આ પાક વીમા યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે. આ યોજના અંતર્ગત સરકાર શ્રી દ્વારા નિયમ અનુસાર ખેડૂતોના પાકનું કેટલી અંશે નુકસાન થયેલો છે તેનું સર્વે કરાવવામાં આવતો હોય છે અને એ નુકસાન મુજબ ખેડૂતોને રકમની આ ભરપાય કરવામાં આવતી હોય છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ કુદરતી સંકટ ક્યારે કહીને આવતો નથી માટે દરેક ખેડૂતે પોતાના ભાગ માટે આ ઇન્સ્યોરન્સ અવશ્ય કરાવવું જ જોઈએ.
આ યોજના અંતર્ગત કોને લાભ મળશે?
આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે પહેલા વીમા માં નોંધણી કરાવી પડશે, આ માટે તમારે સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરી શકો છો, કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા લાભાર્થીઓ બેંકમાં જઈને નોંધણી કરાવી શકે છે.
કેવી રીતે મળશે વીમાનો લાભ?
કુદરતી આપત્તિને કારણે પાકને નુકસાન થવા પર ખેડૂતે 72 કલાકની અંદર કૃષિ વિભાગ ને જાણ કરવાની રહેશે,
ત્યારબાદ તમારી પાસેથી તમામ માહિતી મંગાવવામાં આવશે જો દાવો સાચો જણાવશે તો ખેડૂતને વીમો મળવા પાત્ર થશે.
પ્રીમિયમની રકમ
કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પીએમ ફસલ ભીમા યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના અંતર્ગત ખેડૂતો પોતાના પાકનું ઇન્સ્યોરન્સ કરાવી શકે છે અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતને ઇન્સ્યોરન્સ પ્રીમિયમના ફક્ત 50 ટકા આપવાના હોય છે બાકીના 50% કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા સબસીડી રૂપે તે ખેડૂતને આપવામાં આવે છે આ યોજનામાં રવિ પાક પર ભીમા કવર પ્રીમિયમ 1.5 ટકા છે જેમાં ખેડૂતોને ફક્ત 0.5 ટકા પ્રીમિયમ આપવાનું હોય છે બાકીનું પ્રીમિયમ સરકારશ્રી દ્વારા સબસીડી રૂપિયા આપવામાં આવે છે.
યોજના હેઠળ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
અરજી ફોર્મ
આધારકાર્ડ
બેંક પાસબુક
જમીનનો નકશો
ધિરાણની પાસબુક
અને વાવણીનું પ્રમાણપત્ર
પીએમ ફસલ વીમા યોજના અરજી પ્રક્રિયા
દરેક ખેડૂતોએ આ યોજના અંતર્ગત પોતાના પાકનું ઇન્સ્યોરન્સ કરાવવા માટે જિલ્લાના બેંક અથવા કૃષિ કાર્યાલયમાં જવાનું રહેશે અહીં અધિકારી શ્રી દ્વારા પીએમ ફસલ વીમા યોજના નું એપ્લિકેશન ફોર્મ આપશે તેને ભરવાનું રહેશે, આ ફોર્મમાં જરૂરી તમામ માહિતી ભરે દસ્તાવેજો જોડી લગત અધિકારીને સોંપી દેવાનું રહેશે, જ્યારે બેંક અથવા કૃષિ કાર્યાલય દ્વારા અરજી ફોર્મ કરવામાં આવશે તેના બાદ ખેડૂતને પ્રીમિયમની ચુકવણી કરવાની રહેશે, અને આમ ખેડૂતને પીએમ ફસલ વીમા યોજના પોલીસી મળી જશે.