Snakes in Dream: વારંવાર સપનામાં દેખાય રહ્યો છે સાપ? તો થઇ જાઓ સાવધાન, આપી રહ્યા છે આવા સંકેત.
Dream Interpretation When You see Snakes: ઘણા લોકો સપનામાં સાપ જુએ છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે સપનામાં સાપ જોવો શુભ છે કે અશુભ? તમે તમારા સપનામાં કંઈક કેમ જોઈ રહ્યા છો તેની પાછળ કેટલાક અર્થ છુપાયેલા છે. તો ચાલો જાણીએ વિસ્તારથી…
એક પ્રસિદ્ધ કહેવત છે, ‘સપના એ નથી જે તમને સુતા પછી આવે, સપના એ છે જે તમને સુવા ન દે.’ આ લાઈન ખુબ પ્રેરણાદાયક છે. પરંતુ ઘણી વખત તમારા સુતા પછી કેટલાક સપના આવે છે, જે આપણી સારી ઊંઘ ઉડાવી દે છે. ઘણી વખત આપણને સપનામાં વિચિત્ર વસ્તુઓ દેખાય છે, તો ઘણા લોકો એવા પણ હોય છે જેને સપના યાદ નહિ રહે. ઘણી વખત લોકોને સપનામાં સાપ દેખાય છે. એવામાં એ સવાલ ઉભો થાય છે કે સપનામાં સાપ દેખાવું શુભ છે કે અશુભ?
ખરેખર સ્વપ્ન શાસ્ત્રની માનીએ તો સપના પાછળ એક વિજ્ઞાન હોય છે અને તમને સપનામાં જે દેખાય એનું મહત્વ હોય છે. તમને સપનામાં જે વસ્તુ દેખાય તેનો એક અર્થ થતો હોય છે. દિલ્હીના નિવાસી જ્યોતિષ અને વાસ્તુ વિશેષજ્ઞ, શ્રુતિ ખરબંદાએ ન્યુઝ 18 હિન્દીને જણાવ્યું કે, સાપનું સપનામાં દેખાવું શુભ છે કે અશુભ છે એ વાત પર નિર્ભર કરે છે કે સપના કેવા પ્રકારના છે.
સપનાનો અર્થ શું થાય છે?
હકીકતમાં, આપણે આખા દિવસ દરમિયાન જે પણ કરીએ છે, તેમાંથી કેટલીક બાબતો વિશે આપણે વારંવાર વિચારીએ છે. જ્યારે કેટલીક વસ્તુઓ આપણા અર્ધજાગ્રત મનમાં રહે છે. ઘણીવાર સમાન વસ્તુઓ ઘણી વખત આપણા સપનામાં આવે છે. પરંતુ ઘણી વખત સપના દ્વારા આપણને ભવિષ્યની ઘટનાઓની આગાહીઓ અથવા સંકેતો મળે છે.
સાપ દેખાવાનો અર્થ શું થાય છે?
જો તમે ક્યારેય સપનામાં સાપ જુઓ છો, તો તે તમારા રોજિંદા જીવનમાં બનેલી કોઈ ઘટનાને કારણે હોઈ શકે છે, જે તમારા અર્ધજાગ્રત મનમાં રહે છે. જ્યારે તમે રાત્રે સૂઈ જાઓ છો, ત્યારે તે તમારા સપનામાં આવે છે. પરંતુ જો તમને તમારા સપનામાં સતત સાપ દેખાય છે, જેમ કે મહિનાઓથી થઈ રહ્યું છે અથવા તમને તમારા સપનામાં દરરોજ અથવા થોડા દિવસોના અંતરાલમાં સાપ દેખાય છે, તો તે અશુભ માનવામાં આવે છે.
સાપ કેતુનું પ્રતીક છે
જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત શ્રુતિ ખરબંદા કહે છે કે, સાપ કેતુનું પ્રતીક છે. આ તમારા જીવનમાં નકારાત્મકતા દર્શાવે છે. કેતુ તમને એકલતા, અલગતાનો અર્થ આપે છે. એવું કહેવાય છે કે મૃત્યુ જેવી પીડામાંથી પસાર થયા પછી, તમે નવા વ્યક્તિ બનો છો. તેને આ રીતે સમજો કે જ્યારે એક વસ્તુનો નાશ થાય છે ત્યારે જ કંઈક નવું જન્મે છે. પરંતુ વિનાશની પ્રક્રિયા ખૂબ પીડાદાયક છે. આમ, જો તમને તમારા સપનામાં વારંવાર સાપ દેખાય છે, તો તમારે માની લેવું જોઈએ કે કેતુ કોઈ એવી પરેશાની લાવી રહ્યો છે જે તમને ભોગવવી પડી શકે છે, પરંતુ આમાં સકારાત્મક વાત એ છે કે આ પરેશાનીનો સામનો કરવાની સાથે-સાથે તમને ફાયદો થશે. વધુ સફળતા. પરિપક્વ બનશે. વધુ ભયમુક્ત બનશે. પરંતુ તમારે ભોગવવું પડશે.
ન્યુઝ સોર્સ : ન્યુઝ 18
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)