WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ICC World Cup 2023: ICC વર્લ્ડ કપ 2023 માં ઉતરશે આ 10 દેશના 10 મહારથી કેપ્ટન, કોણ કોના પર ભારી.

Spread the love

ICC World Cup 2023: વર્લ્ડ કપ 2023: ક્રિકેટ વર્લ્ડ કપ 2023: હાલ દરેક લોકો ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની શરૂઆત થવાની રાહ જુએ છે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો 5 ઓક્ટોબર 2023 થી શરૂ થનારા વર્લ્ડ કપમાં આમને સામને ટકરાશે. ત્યારે આ 10 ટીમોમાં કોણ કોના પર ભરી પઢે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ તમે આ દશેય ટીમોના કેપ્ટન અને તેમની કેપ્ટનશીપ હેઠળ તેનું પર્ફોમન્સ કેવું છે તે તમે જાણો છો. આવો જોઈએ આ ICC World Cup 2023 માં ક્યાં ક્યાં મહારથી કેપ્ટનનો સમાવેશ થાય છે.

ICC World Cup 2023

ICC World Cup 2023 ને હવે ગણ્યા દિવસો બાકી રહી ગયા છે. આ મેચમાં ભારતમાં 5 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી મેચો રમાશે. જેમાં કુલ 10 ટીમો ભાગ લેશે. તેમજ આ ICC World Cup 2023 ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ આમને સામને ટકરાશે. આ વખતે 10 ટીમો પોતાની પૂરી તાકાત લગાવીને વર્લ્ડ કપ જીતવા માટે ટ્રાય કરશે. તેમાં જોઈએ આ ICC World Cup 2023 ના 10 કેપ્ટનોની માહિતી.

આ પણ વાંચો: Shikshan Sahay yojana Gujarat

1 રોહિત શર્મા

આપણાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જેમને ODI 3 -3 જેટલી બેવડી સદી ફટકારી છે. આ 36 વર્ષના રોહિત શર્મા એ 251 મેચમાં 10,112 રન બનાવ્યા છે. તેમજ 52 ટેસ્ટમાં 3677 રન અને 148 T20 માં 3853 રન બનાવ્યા છે.

2 જોશ બટલર

ગયા વર્લ્ડકપ 2019 ચેમ્પિયન ઈંગ્લેંડની ટિમની જવાબદારી 33 વર્ષના જોશ બટલરને માથે છે. અત્યાર સુધી તેમણે 169 ODI મેચ રમી છે. જેમાં 4823 રન બનાવ્યા છે. તેમજ 11 સદી ફટકારી છે. ઈંગ્લેન્ડ આ વખતે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે.

3 કેન વિલિયમશન

ન્યુઝીલેંડ ગયા વર્લ્ડકપ 2019 ચેમ્પિયન ઈંગ્લેંડની ટિમની સામે હારી ગઈ હતી. પરંતુ આ વખતે વિલિયમશનની સેના જીત માટે ઉતરશે. તેમજ કેન વિલિયમશનએ અત્યાર સુધી 161 ODIમાં 6554 રન બનાવ્યા છે.

4 ટેમ્બા બાવુમા

આ વખતે દક્ષિણ આફ્રિકાની ટીમની કમાન ટેમ્બા બાવુમાના હાથમાં છે. 33 વર્ષના આ ટેમ્બા બાવુમા અત્યાર સુધી 30 ODI માં 1367 રન બનાવ્યા છે. તેમજ ટેમ્બા બાવુમા 56 ટેસ્ટમાં 2997 રન બનાવ્યા છે અને 36 T20માં 670 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: How To Request For Aadhaar PVC Card

5 બાબર આઝમ

ICC World Cup 2023 માં પાકિસ્તાનની ટિમની કમાન આ વખતે બાબર આઝમ આ હાથ માં છે. બાબર આઝમ ઉપરાંત અન્ય ઘણા ખેલાડીઓ ભારત પ્રથમ વખત રમવા આવ્યા છે. બાબરે અત્યાર સુધી 108 જેટલી ODI રમી છે જે 19 જેટલી સદી ફટકારીને 5409 રન બનાવ્યા છે.

6 પેટ કમિન્સ

આ વર્ષે આ ICC World Cup 2023 માં ઓસ્ટ્રેલીયાની કેપ્ટનશિપ પેટ કમિન્સના હાથમાં છે. આ ટિમ સૌથી વધુ વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. આ ટીમે છેલ્લે 2015 માં વર્લ્ડ કપ જીત્યો છે. 30 વર્ષના ફાસ્ટ બોલર પેટ કમિન્સ 77 ODI રમી છે તેમજ 126 વિકેટ ઝડપી છે.

7 સ્કોટ એડવર્સ

નેધરલેન્ડની ટીમની કેપ્ટનશિપ સ્કોટ એડવર્સના હાથમાં છે. તેમણે અત્યાર સુધી 38 ODI મેચ રમી છે. તેમજ 1212 રન બનાવ્યા છે.

8 દાસુન શનાકા

આ વર્લ્ડ કપ 2023 માં શ્રીલંકાની કેપ્ટનશિપ દાસુન શનાકા ના હાથમાં છે. તેમણે 67 ODI મેચ રમી છે. 1204 રન બનાવ્યા છે તેમજ 27 વિકેટ લીધી છે.

9 હસમતુલ્લા શાહીદી

આ ICC World Cup 2023 અફઘાનિસ્તાનની કેપ્ટનશિપ હસમતુલ્લા શાહીદીના હાથમાં છે. તેમણે અત્યાર સુધીમાં 64 ODI માં 1175 રન બનાવ્યા છે. તેમજ તે સ્પિન બોલિંગ પણ કરે છે.

10 શકીબ ઉલ હશન

બાંગલાદેશની કેપ્ટનશિપ શકીબ ઉલ હશનના હાથમાં છે. 240 ODI મેચ રમી ચૂકેલા આ કેપ્ટન 7384 રન અને 308 વિકેટ ઝડપી છે.

હોમ પેજ પર જાઓઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top